8 PAK નાગરિકોને મળી ભારતીય નાગરિકતા, ધર્મ અને બહેન-દીકરીઓની ઈજ્જત બચાવવા કર્યુ હતું પલાયન
8 પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતાની ભેટ મળી છે. વર્ષ 2000 બાદથી કોટામાં પોતાના સંબંધીઓના ત્યાં આ લોકો રહેતા હતાં. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા સિંધી સમુદાયના આ લોકો છે. પાકિસ્તાનમાં લઘુમતીઓઓ પર જે પ્રકારે અત્યાચાર થઈ રહ્યા છે તેનો ભોગ બન્યાં બાદ ધર્મ અને બહેન દીકરીઓની ઈજ્જત બચાવવા પલાયન કરીને ભારત આવ્યાં હતાં.
હિમાંશુ મિત્તલ, કોટા: 8 પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા (Citizenship) ની ભેટ મળી છે. વર્ષ 2000 બાદથી કોટામાં પોતાના સંબંધીઓના ત્યાં આ લોકો રહેતા હતાં. પાકિસ્તાન (Pakistan) ના સિંધ પ્રાંતમાં રહેતા સિંધી સમુદાયના આ લોકો છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ (Minority) ઓ પર જે પ્રકારે અત્યાચાર થઈ રહ્યા છે તેનો ભોગ બન્યાં બાદ ધર્મ અને બહેન દીકરીઓની ઈજ્જત બચાવવા પલાયન કરીને ભારત આવ્યાં હતાં.
આ શરણાર્થીઓ 90ના દાયકામાં ભારત આવી ગયા હતાં અને વર્ષો સુધી ભટક્યા બાદ 2000 પછી કોટા (Kota) માં વસી ગયા હતાં. મંગળવારે કલેક્ટર ઓમપ્રકાશ કસેરાએ તમામ શરણાર્થીઓને માળા પહેરાવીને સ્વાગત કર્યું તથા નાગરિકતા પ્રમાણપત્ર સોંપીને શુભેચ્છા પાઠવી. શરણાર્થીઓના ચહેરા નાગરિકતા પ્રમાણપત્ર મળતા જ ખીલી ઉઠ્યા હતાં અને તમામે ભારતમાતાની જય અને વંદે માતરમના નારા લગાવ્યાં હતાં.
નાગરિકતા મેળવનારા સિંધી શરણાર્થીઓમાં ગુરુદાસ મલ પુત્ર ભીખચંદ, વિદ્યા કુમારી પુત્રી અસદોમલ, આઈલમલ પુત્ર ધર્મનમલ, સુશીલનબાઈ પુત્રી નામૂમલ, રૂકમણી પુત્રી ખોબુમલ, નરેશકુમાર પુત્ર ચંદરમલ, સેવક પુત્ર ધર્મમન મલ, અને કૌશલ્યાબાઈ પુત્રી નાનૂમલના નામ સામેલ છે.
નોંધનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019)ને લઈને દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી ઉત્તર દિલ્હી નગર નિગમે સોમવારે રાજધાની દિલ્હીના પુર્નવાસ કોલોનીમાં રહેતા એક પાકિસ્તાની હિન્દુ શરણાર્થીની પુત્રી નાગરિકતાને તેનું જન્મ પ્રમાણપત્ર સોંપ્યું હતું.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube